મારો પરિચય

હું છું જૈન મુનિ મિત્રાનંદસાગર.
મારે મારા વિષે કશું કહેવાનું નથી. જે કહેવાનું છે તે મારા શબ્દો જ કહેશે.
હું રહું ન રહું, મારા શબ્દો તો રહેશે અને એ જ મારા વિષે કહ્યા કરશે.
મારા શબ્દ અંગે તમારા શબ્દ મને જરૂર ગમશે.
શબ્દના માધ્યમે અવારનવાર મળતા રહીશું.

સૌના પ્રેમ બદલ ઋણી છું…
ધર્મલાભ…

72 comments on “મારો પરિચય

 • જૈન મુનિ બ્લોગ લખે એ નવાઈભર્યું લાગે છે.

  તમે લખો છો કે –મારે મારા વિષે કશું કહેવાનું નથી– એનાથી તમે મુનિજીવન બરાબર પચાવ્યું હોય એમ લાગે છે.

  તમને પ્રણામ.

 • લ્યો ! તમે ય અમદાવાદના નીકળ્યા. હું મોટા ભાગે સાબરમતી રહેતો હતો . નિવૃત્ત થયા બાદ નવરંગપુરા ઝેવિયર્સ લોયોલા પાસે મારો ફ્લેટ છે. પણ 2000થી અમેરિકા છું.

  • બહુ વર્ષ પહેલાં ઝેવિયર્સ નજીક દેવકીનંદન જૈન સંઘમાં અમે અલગ અલગ સમયે બે ચાતુર્માસ કરેલાં. અમદાવાદ તો જાન છે જાની ! અત્યારે આરોગ્યનાં કારણોસર અમદાવાદમાં સ્થિરતા કરી છે, બાકી ભારતમાં વીસ હજાર કિલોમિટરની પદયાત્રા કરી છે. તમારા ઇ-મેલ મળતા રહે છે અને તમે સૂચવેલી વાચનસામગ્રી ઉપર, સમયની અનુકૂળતા મુજબ, નજર ફરતી રહે છે. ‘શબ્દનો સાથ’ ગમે છે.

 • સાદર નમસ્કાર !

  આજે પહેલીવાર જૈન મુનિશ્રી લખતા હોય તેવો ગુજરાતી બ્લોગ જોવા મળ્યો !

  જૈન મુનિશ્રીઓનાં તેજ પ્રવચનો મેં સાંભળ્યાં છે, હવે કલમ અને બ્લોગ દ્વારા આ લાભ તમારા થકી મળશે, તે અમારૂં સદભાગ્ય!

  તમે કહ્યું ને કે તમારા વિશે કંઈ કહેવું નથી, હા તમે હવે તમારા “હું” અને ‘મેં’ મારું’ વગેરેથી પર છો અને તે જ સાચા યોગી અને સંત-મહાત્માનો પરિચય અને દર્શન !! હવે તમે “અહં બ્રહ્માસ્મિ…” સમગ્ર બ્રહ્માંડ એ જ તમારું ઘર !!

  તમારા વિચારો, તમારી કલમ અને શબ્દો દ્વારા અમારા મન સુધી પહોંચે અને અમારા હ્રદયમાં તે સદા ચિરંજીવી બની રહે તે જ અભ્યર્થના !!

  મારા બ્લોગની મુલાકાત લેશો, તમને જરૂરથી તે ગમશેઃ તાજા કલમ, ઝુંબેશ…જાગો યુવા જાગો !! ભાગ-૧ અને તમે આટલું તો કરી જ શકો…યુવા ઝુંબેશ…જાગો…યુવા..જાગો !! ભાગ-૨

  • પ્રવીણભાઈ,
   તમારી શુભકામનાઓ બદલ ઋણી છું.
   તમારૂં આમંત્રણ સર-આંખો પર ! મને તમારા બ્લોગની મુલાકાત લેવી જરૂર ગમશે. આવનારી થોડી જ ક્ષણોમાં હું ત્યાં હોઈશ.

 • આપનાં લખાણોની ભાષા સરળ, પ્રવાહી અને અસરકારક છે તેમ જ વિચારો પણ ખૂબ સંતુલિત છે. આપનાં લખાણોમાં આપના સંપ્રદાયની ખૂબી અને ખામી, બન્નેને સરખો ન્યાય મળ્યો છે. ધન્યવાદ.

  • દિનેશભાઈ,

   રાજકારણ પણ જીવનનો એક હિસ્સો છે. એ વિષય મુનિઓ માટે અછૂત હોત તો જૈનાચાર્યો દ્વારા ‘અર્હન્નીતિ’ જેવા — અને અન્ય મહાત્માઓ દ્વારા રાજનીતિ અંગેના — ગ્રંથો ન લખાયા હોત.

   ઋષિઓ અને મુનિઓ દ્વારા લખાયેલી રામાયણ અને મહાભારત જેવી કથાઓ પણ રાજકારણની કાવ્યાત્મક કોમેન્ટો જ છે.

   • ~~~~~~~~~~~~~~
    દિનેશભાઈ,
    તમે તો અમને ગૂગલની ‘ખો’ આપીને ખરૂં પોલિટિક્સ કરી ગયા! હશ્શે, આ અંગે હું પોલિટિકલ કોમેન્ટ નહીં કરૂં.
    ~~~~~~~~~~~~~~

  • એમાં એવું છે ને નીલેશભાઈ, કે એક જ વોટ મેળવીને ગિનેસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નામ લખાવવાની ઇચ્છા નથી! (તેમ છતાં તમારે સોનિયાજી સાથે ઓળખાણ હોય તો ભલામણ કરજો ને! આપણે રાજસભાના બદલે રાજ્યસભાથી ચલાઈ લઈશું!!!)

  • ~~~~~~~~~~~~~~
   નીલેશભાઈ,
   તમે પણ ગૂગલનું URL દર્શાવ્યું. મને નથી લાગતું કે આ ઉચિત હોય. પોતાની વેબસાઇટ કે પોતાનો બ્લોગ ન હોય તો URLવાળું ખાનું ખાલી રાખવું જોઈએ. તમારો તો ઇમેલ પણ ખોટો નીકળ્યો.
   આવું તો ન ગમે. ન જ ગમે.
   પ્લીઝ મિત્રો, નકલી નામ, નકલી ઇમેલ, નકલી URL નહીં જ.

   (ઉર્ફે, ઉપનામ, નિક-નેમની વાત અલગ છે.)
   ~~~~~~~~~~~~~~

 • ક્યા બાત હૈ… ખૂબ આનંદ થાય છે.. મિત્ર આનંદ અને સાગરના અહી હોવાથી.. અને આ બધાની એક સામટી ઉપસ્થિતિ હોય તો પછી પૂછવું જ શું ?… શબ્દબ્રહ્મનું જાણે સમર્પિત સર્વાંગ સ્વરૂપ.. હું ય આમ તો અમદાવાદનો જ… મુનિજી, અમદાવાદનો અર્થ શું કરો આપ ?.. શબ્દ શાશ્વત હોય તેવું તમારો પરિચય ખાતરી આપતો લાગે છે બરાબર ને… અનિલ ખંભાયતાની યાદ આવી ગઈ… મને ભૂલી જજો…. અબ મજા આયેગા જ્ઞાનકા… મને સદ્‌ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, …બ્લોગ અને કોમ્પ્યુટર પણ મળ્યાં નહિ ?

 • યહી બાત હૈ ! મિત્ર છે, આનંદ છે, સાગર છે, નદી છે, ઝરણું છે, સિતારા છે, ફૂલ છે, સુગંધ છે, સપનાં છે, વિસ્મય છે, કુતૂહલ છે, બચપન છે.

  આ બચપનના ઉલ્લેખથી ઠીક યાદ આવ્યું :
  અસલી બચપનમાં લખોટી રમતા હતા, મોઈ-દાંડી રમતા હતા, થપ્પો, દડો-બેટ (એટલે પેલો ધોકો સ્તો!), ‘સ્ટોપ,’ કિટ્ટા, બુચ્ચા, તોડફોડ, ભાગાભાગ, છુપાછુપી, સતોલિયા (આ સતોલિયાનો ગુજરાતી પર્યાય સૂચવવા વાચકોને વિનંતી, એકતાલીસ વરસ પછી જરૂર પડી છે.) એ બધું રમતા હતા.

  હવે શબ્દોથી રમીએ છીએ.

  હા, ખાતરી છે, પાકો વિશ્વાસ છે : શબ્દ શાશ્વત છે. કહેનારા બદલાય છે.
  નામ તો યાદ નથી રહ્યું પણ એક વિચારકે કંઈક આવા અર્થનું લખ્યું હતું : ‘‘દુનિયામાં ‘કોઈ પણ વિચાર’ પહેલી વાર રજૂ થયેલો નથી હોતો.’’ પૃથ્વીનો કરોડો વર્ષનો ઇતિહાસ જોતાં આ વાત ઠીક લાગે છે.
  જૈન પરંપરા એવું કહે છે કે આદિનાથે કહ્યું તે જ નેમિનાથે કહ્યું, તે જ પાર્શ્વનાથે કહ્યું, તે જ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું.
  કહેનારા બદલાયા, વાત એ જ રહી.
  શબ્દ ન હોત તો દુનિયા કેવી હોત!

  અમદાવાદનો અર્થ પૂછીને તો તમે મને ઉખાણું પૂછી લીધું હોય એવું થયું.
  મને તો એવું લાગે છે કે જ્યાં બધા વાદની સરહદ પૂરી થઈ જાય છે ત્યાં અમદાવાદની સરહદ શરૂ થાય છે.
  ન સામ્યવાદ, ન ગાંધીવાદ, ન આ વાદ, ન પેલો વાદ; એનું નામ અમદા‘વાદ.’ (હા, અહીં મફત‘વાદ’ની બોલબાલા ખરી!)
  જો કે તમારા મનમાં અમદાવાદનો જે અર્થ હોય તે રસપ્રદ હશે. કવિઓની વાતો ન્યારી જ હોય. એ અર્થ જાણવો ગમશે.

  તમારા પ્રતિભાવથી તો આ બ્લોગની એક પોસ્ટ રચાઈ જાય એટલી બધી ભરતી આવી ગઈ.

  તમારો ઇમેલ પણ મળ્યો છે. એનો ઉત્તર હવે પછી.

  અપડેટ
  વચ્ચે ક્યાંક વાંચવા મળેલું : જ્યાં ‘અહં’ અને ‘મદ’ ‘આબાદ’ છે તે અમદાવાદ (અહમદાબાદ) છે.

 • મુ. શ્રી. મિત્રાનન્દજીના લેખો વાંચી ગદ ગદ થઇ ગયો. મારા પ્રણામ. રૂબરૂ મળવાની તમન્ના પૂર્ણ થાય તેવી પ્રભુને પ્રાર્થના.

 • જૈન મુનિને મત્થએણ વંદામિ કે તુબ્ભે જાણહ અહં ન જાણામિ કહ્યું એટલે પત્યું. આ બ્લોગની દુનિયામાં ન્યુઝીલેન્ડની પેલે પારના ટાપુઓથી લઈ એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઉત્તર ધ્રુવ, ગ્રીન લેન્ડથી શું માણસો ભેગા થાય છે. ભલું થાજો આ બ્લોગવાળાનું માણસોને ભેગા કરવા માટે. અહીં તો મિત્ર, આનંદ અને સાગર મિત્રો સાગરમાં આનંદ માટે ભેગા થયા છે. હેમચંદ્રે સાચું જ કહ્યું છે કે જ્ઞાન એ જ આત્મા છે. અપરોક્ષમાં બધું મિથ્યા છે.

 • તમે તે મુનિ છો કે કોઈ અખબારના નીવડેલા તંત્રી એ જ નક્કી કરવું મુશ્કેલ છે. તમારૂં સ્થાન કોઈ ધર્મસ્થળમાં નહીં, પણ કોઈ નામાંકિત અખબરની હેડ ઓફિસમાં હોવું જોઈએ. એક એક લખાણમાં વીણી વીણીને મૂકેલા શબ્દો તમારા વિચારોને ધારદાર બનાવે છે.

 • hruday ni aseem gehrioy thi vandan!!!
  maharaj jeevan maa pehli vaar koi jain sadhu ne blog upar joya,aavishvasniya,ane aadbhut che,ane dhanya chu huun ke mane aachanak aa blog jova malyo,khoobaj saro che….hey sarasvati naa naravtar,,,mara vandan,,,hu 22 varsh nu ek yuvan chu,jain chu ane madhya pradesh naa ek nanakda gaam nu vidyarthi chu.haal maa 1 varas thi amdavad maa MBA karu chu…tame haal maa kya birajmaan cho??

 • આપના પરીચય ઉપરથી તો ખાસ કશો પરીચય ન થયો પણ જેમ જેમ આપના લેખ વાંચતો જઈશ તેમ આપનાથી વધુને વધુ પરીચીત થવાશે. એમ તો આપણે આપણી જાતથી પણ ક્યાં પરીચિત હોઈએ છીએ. પણ જેમ જેમ આપણે સ્વનો અભ્યાસ કરીએ તેમ તેમ તે ઓળખાતી જાય છે. મને બીજાની સાથે પરીચય કેળવતા કેળવતા સ્વની ભાળ મેળવવી ગમે છે. અલબત્ત પરીચયો એટલા પણ ન કેળવવા જોઈએ કે જેથી સ્વની ભાળ જ ન મળે.

 • નમસ્કાર. જૈનેતર હોવા છતાં બે જૈન પુસ્તકો નો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ માટે જૈન પુસ્તકો વાંચીને જિનશાસનનો થોડો અભ્યાસ કર્યો. પરમ આદરણીય અચાર્ય પંડિત મહારાજ સાહેબ અને પંન્યાસ પૂ. વૈરાગ્યરત્નસુરી મ.સા. નો અંગત પરિચય થયો. જિનશાસન ની કડક શિસ્ત અને આચારસંહિતાથી અતિ પ્રભાવિત થયો છું. હવે બ્લોગ દ્વારા આપનો પરિચય થયો. સમય હોય તો ‘વાર્તાલાપ’ની મુલાકાત લેવા વિ. છે. હાલ ન્યુઝીલેંડ છું. અમદાવાદ આવીશ ત્યારે જરૂર આપના દર્શને આવીશ. ત્યાં સુધી જય જિનેંદ્ર!

  • શ્રી ભજમનભાઈ,
   ધર્મલાભ.
   તમારા પ્રતિભાવ બદલ ઋણી છું. ગયા ડિસેમ્બરથી અનિવાર્ય કારણોસર મારા બ્લોગથી ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.
   જૈનધર્મ અંગે તમારી રુચિથી આનંદિત બન્યો છું.
   તમે અનુવાદિત કરેલાં બે જૈન પુસ્તકો ક્યાંથી ઉપલબ્ધ બની શકે? અમદાવાદમાં ક્યાંય પ્રાપ્તિસ્થાન છે? અમદાવાદ આવો ત્યારે જરૂર જણાવશો. મળવાનું ગોઠવીશું.
   પુસ્તકોની જેમ જ, જ્ઞાનીઓ અને ‘સરળ’ વિદ્વાનોનો સંગ ગમે છે.
   — શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર.

 • sachu kahu to upasry ke koi sadhu bhagavanto pase hu kadi gayo nathi aa mari aadas kaho ke agnanata khabar nathi pan aaje koi sadhu bhagavant sathe satsang karvano net par malyo nam pan mitra loko nava mitra mate fafa mare chhe ane mane mangamta mitra mara rasta par malya aabhar sara blog dwara gyan aapso

 • Pratahsmarniya Guruji,

  Prabhumarg to andar javano chhe ane internet to bahar lai javanu kaam kare chhe. Aapnu ahi aavavu amara mate khub j saru chhe pan potana atma lakshi vikas and baharna aa sansar vachhe kevi rite balance karvu enu sachot marg darshan tamari pase hase j… Aap maro marg chindho.. Hu varamvar bhakti mathi aa badha ne lidhe batki jaav chhu… mane bija koi nahi pan internet nu vyasan thai gayu chhe.

  antarna vandan

  Malay Shah

 • ણમો આયરિયાણમ,
  મેં બ્લોગ છેક ડીસેમ્બર ૨૦૦૯ માં ચાલુ કરેલો.ગોવિંદભાઈ મારું ના બ્લોગ માં જુના લેખો પાછા મુક્યા છે.એમાંથી માતાજી ની ચર્ચા વાંચી ને આપનો બ્લોગ મળ્યો.બીજા કોઈ લેખો માં આપની કોઈ કોમેન્ટ વાંચી નહિ,બાકી હું એમના બ્લોગ માં નિયમિત કોમેન્ટ્સ આપતો હોઉં છું.મેં મારા બ્લોગ માં આજ સુધી માં ૧૨૨ લેખો મુક્યા છે.સમય મળે પધારતા રહેશો.

  • માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહજી
   કુશળતાની કામના.
   ગયા નવેમ્બરથી મારા પોતાના બ્લોગ સાથે મારો સંપર્ક છૂટી ગયો હતો. હવે ફરી સક્રિય કરવા વિચાર છે. તમારા બ્લોગની આજે મુલાકાત લીધી. ગણેશજી અંગેની પોસ્ટ જોઈ. તમારા વિચારો ઘણું સાહસ માગી લે છે.
   હવે અનુકૂળતાએ આવતો રહીશ. અહીં વર્ડપ્રેસ ઉપર ઘણા જ મિત્રો છે અને એમના બ્લોગ ઉપર મારી પાર વિનાની ટિપ્પણીઓ પણ છે.

 • જૈન મુનિ બ્લોગ લખે એ નવાઈભર્યું લાગે છે, ખૂબ આનંદ થાય છે. જૈનેતર હોવા છતાં
  જૈનધર્મ અંગે અને તેના વિજ્ઞાન અંગે વધુ સમજવાનું ગમશે … સાચેજ !..આ અંગે વધુ જાણકારી આપશો …please .

 • પહેલા તો આશ્ચર્ય થયું કે કોઈ જૈન મુની બ્લોગ લખે છે. પરંતુ મને લાગે છે ગુજરાતી બ્લોગ જગત માં તમારા જેવા ધાર્મિક વડાઓની પણ જરૂર હતી તે તમે પૂરી કરી દીધી, અને ગુજરાતી બ્લોગ જગત સમૃદ્ધ થયું. બાકી અમારા જેવાઓ તો જાત જાત ના કામના કે કામ વગરના સાચા કે ખોટા બખાળા જ કાઢતા હોઈએ છીએ. હું અમદાવાદ માંજ રહું છું. અનુકુળતાએ જરૂર રૂબરૂ આવીશ.

 • આજે અનાયાસે જ આપના બ્લોગની મુલાકાત લેવાઈ ગઈ. એક જૈન મુનિ બ્લોગ લખે તે જ આશ્ચર્ય જનક લાગતા કુતૂહલ સંતોષવા બ્લોગ ઉપર આવી આપના લેખો પણ વાંચ્યા. ખૂબ જ આનંદ થયો. હું પણ બ્લોગ લખું છું આપને મારાં બ્લોગની મુલાકાતે પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આપની અનુકૂળતાએ જરૂર મુલાકાત લઈ આપના મૂલ્યવાન પ્રતિભાવ પાઠવી મને અનુગ્રહિત કરવા વિનંતિ.
  મારાં બ્લોગની લીક http/www/arvindadalja.wordpress.com

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google photo

  You are commenting using your Google account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  <span>%d</span> bloggers like this: