૧૮૦(?) ઉપવાસનાં તપસ્વી કિંજલબેનને ખુલ્લો પત્ર

Published 22 ફેબ્રુવારી, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

બેન કિંજલ

હાર્દિક ધર્મલાભ સહ જણાવવાનું કે તારી ૧૮૦ ઉપવાસની તપસ્યાના સમાચાર સાંભળીને મારા મનમાં કેટલાક સવાલો જાગ્યા છે.

મને પાકી ખાતરી છે કે તને એના જવાબો આપવામાં જરાયે ખચકાટ નહીં થાય.

સવાલો આ પ્રમાણે છે :

 1. ૧૮૦ ઉપવાસ શરૂ કરવાના દિવસે એટલે કે ઉપવાસના પહેલા દિવસે તારૂં વજન કેટલું હતું અને આજે કેટલું છે તે જાણવા મળી શકે?
 2. સાંભળ્યું છે કે તેં ઉપવાસના ૧૫૦મા દિવસે શત્રુંજય ગિરિરાજની યાત્રા ‘ચાલીને’ કરી. શું આ ખરેખર સંભવિત છે?
 3. સાંભળ્યું છે કે, આટલા બધા ઉપવાસ પછી પણ, પ્રભુ ભક્તિ દરમ્યાન તું મન મૂકીને નાચે છે પરંતુ તારા શરીરને કોઈ પ્રકારનો થાક અનુભવાતો નથી. શું આવું ખરેખર બની શકે ખરૂં?
 4. કહે છે કે તારા હાથમાંથી કંકુ (અથવા વાસકેપ કે બાદલુ કે એવું કંઈ પણ) ‘ખરે છે.’ શું આ સત્ય છે?
 5. આજકાલ ચંપા શ્રાવિકા સાથે તારી સરખામણી થઈ રહી છે. તને (અને સરખામણી કરનારા ‘બુદ્ધિશાળીઓ’ને) ખ્યાલ હશે જ કે ચંપા શ્રાવિકાએ સમગ્ર ઉપવાસ પૌષધશાળામાં તે યુગની અસંખ્ય શ્રાવિકાઓની વચ્ચે રહીને જ કર્યા હતા અને અકબર બાદશાહ દ્વારા કડક ચકાસણીમાંથી પસાર થવાનું બીડું ઝડપીને તેણે તેમ કરી પણ બતાવ્યું હતું. તારી આવી કોઈ તૈયારી ખરી?

બેના, આ પ્રશ્નો તારા ઉપવાસ સામે હોવા કરતાં આટલા બધા ઉપવાસ પછી પણ તારા શરીરમાં કોઈ ફેરફાર (નબળાઈ, અશક્તિ, વજનમાં ઘટાડો વગેરે) જણાતો નથી તે સામે છે એટલું તો તું સમજી શકી જ હોઈશ.

શુભેચ્છુ મિત્રાનંદસાગર

અમદાવાદ, મંગળવાર, તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧.

Advertisements

3 comments on “૧૮૦(?) ઉપવાસનાં તપસ્વી કિંજલબેનને ખુલ્લો પત્ર

 • પ્રિય મુનિશ્રી:

  મારી યાદ જો બરાબર રહી હોયતો આ પ્રકારની તપસ્યાનો અહેવાલ થોડા વરસો પહેલા મુંબઈથી એક મુનિશ્રીએ કર્યાનો હતો. અહેવાલ મુજબ આ મુનિશ્રીએ તો ભગવાન મહાવીરની તપસ્યાને પણ આંબી ગયા ગયા હતા. આ બાબતમાં કોઈ પ્રશ્નો થયા હતાકે?
  પ્રશ્ન કરવામાં અવિનય થયો હોય તો માફી ચાહું છું
  કેશવ

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  w

  Connecting to %s

  %d bloggers like this: