આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ

Published 12 નવેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

‘બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા’
આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ
■ મુનિ મિત્રાનંદસાગર
•••

રાજસ્થાન ખાતે આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજના માર્ગ અકસ્માતમાં થયેલા કાળધર્મથી જૈન આગમ ક્ષેત્ર અનાથ બન્યું છે. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી જૈન આગમક્ષેત્રને પડેલો આ સૌથી ગંભીર ફટકો છે. એમની ચિરવિદાયથી આજીવન આગમની સેવા અને સંશોધનને સમર્પિત વ્યક્તિની ખોટ, નજીકના તો નહીં, પણ દૂરના ભવિષ્યમાં પણ પૂરી શકાશે નહીં.

આવનારા સમયમાં આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજનું નામ યાકિનીસૂનુ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ અને નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ જેવા સક્ષમ આગમધરોની હરોળમાં લખવામાં આવશે. જૈનદર્શન અને બૌદ્ધદર્શનના અધિકારી વિદ્વાન એવા મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ જેવી વિરાટ પ્રતિભાઓ સેંકડો વર્ષોમાં પણ પાકતી નથી.

આજના જૈન સંઘમાં ચારિત્રહીન અને અજ્ઞાની સાધુઓ આચાર્ય પદ લેવા દોડાદોડ કરે છે ત્યારે મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ જીવનભર એવાં પદોની ખટપટથી દૂર રહ્યા અને તેમ છતાં હજારો પદવીધારીઓ કરતાં તેમનું સ્થાન આગળ ને આગળ રહ્યું.

કોઈ પણ દર્શનનું તત્ત્વજ્ઞાન લો, મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજનું ખેડાણ એમાં ન હોય એવું ન બને. દ્વાદશાર નયચક્ર જેવા દુર્બોધ ગ્રંથના ખોવાયેલા પાઠોની સંભાવનાઓ કરીને તેમણે અદ્‌ભુત ઇતિહાસ રચ્યો હતો. કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગયેલા દ્વાદશાર નયચક્રના સંભવિત મૂળ પાઠો, કંઈક અંશે ટીકાગત પ્રતીકોના આધારે અને કંઈક અંશે પોતાની બુદ્ધિપ્રતિભાના આધારે શોધી કાઢીને મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે આ ગ્રંથનો લગભગ પુનરુદ્ધાર કરી આપ્યો હતો એમ કહી શકાય.

જૈન આગમોને તેનું મૂળ સ્વરૂપ પાછું અપાવનારા આગમ પ્રભાકર મહામના મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી આગમ સંશોધન ક્ષેત્રે જે શૂન્યાવકાશ ઊભો થયો હતો તે જૈન જૈનેતર તત્ત્વજ્ઞાનના સમર્થ અભ્યાસી એવા મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે પૂરો કર્યો હતો.

આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે આદરેલાં અધૂરા રહ્યાં હતાં તે કાર્યો મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે પૂર્ણ કરવાના પ્રયત્નો કર્યા હતા. ખાવાપીવાનું ભાન ભૂલી જઈને આગમોના સંશોધન માટે રાતદિવસ પરસેવો પાડનારા મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ જે રીતે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે વધારે દુઃખદ છે.

મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજના કાળધર્મથી તો ખુદ સરસ્વતી દેવીના હોશકોશ પણ ઊડી ગયા હશે.

Advertisements

4 comments on “આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ

 • કોઈ પણ દર્શનનું તત્ત્વજ્ઞાન લો, મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજનું ખેડાણ એમાં ન હોય એવું ન બને. દ્વાદશાર નયચક્ર જેવા દુર્બોધ ગ્રંથના ખોવાયેલા પાઠોની સંભાવનાઓ કરીને તેમણે અદ્‌ભુત ઇતિહાસ રચ્યો હતો.

  ધરતી પર અવતરેલા મહામુનિનું સાનિધ્ય છીનવાતાં આપણે રાંક

  બન્યાનું અનુભવાય છે.તેઓ જ્ઞાન યજ્ઞ દ્વારા સદા અમર રહેશે.

  રમેશ પટેલ(આકાશદીપ)
  nabhakashdeep.wordpress.com Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  w

  Connecting to %s

  %d bloggers like this: