હળવે હૈયે : નવતર ભાષાપ્રેમ

Published 29 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

નવતર ભાષાપ્રેમ
■ મુનિ મિત્રાનંદસાગર
•••

કોઈ ‘ગુજરાતી ભાષાનો પ્રેમી’ ગુજરાતી બ્લોગર,
બીજા ગુજરાતી બ્લોગરના ગુજરાતી બ્લોગ ઉપર,
અંગ્રેજીમાં કોમેન્ટ લખે ત્યારે,
તે શું પૂરવાર કરવા માગે છે,
તે,
આપણે પામર મનુષ્યો,
સમજી શકતા નથી…

… જો કે હું એટલું તો સમજી શકું છું કે ગાંધીજીએ બ.ક.ઠા.ને પૂછ્યું હતું એવું આપણે ‘ગુજરાતી ભાષા પ્રેમી’ બ્લોગરને પૂછી શકતા નથી. (બીક લાગે ને, ભાઈ !)

4 comments on “હળવે હૈયે : નવતર ભાષાપ્રેમ

 • sir,
  દરેક વ્યક્તિને હમેશા કશુંકતો કહેવુંજ હોય છે.
  ભાષાનું બંધન લાદવું કે આગ્રહ રાખવો
  તે આપણી સમજની મર્યાદા હશે? અને
  તમારો આગ્રહ હોય કે દરેકે ગુજરતીમાં
  લખવું જોઇએ તો તમે એ વાત સાથે
  સહમત નથી કે દરેક બ્લોગરે ગુજરતીમાં
  લખવાની સુવિધા ઉભી કરી આપવી જોઇએ ?
  દરેક વખતે અભિપ્રાય ઇમ્પોર્ટ ( આ કમ્પ્યુટરની સંજ્ઞા છે)
  કરવો સમય ખઈ જાય છે ! જ્યારે તમારે ઘણી વેબ
  પર વાંચવાનું હોય.;

  • હિમાંશુભાઈ,

   મારા બ્લોગમાં
   ભાષાના બંધનનો મુદ્દો છે?
   ‘ગુજરાતીમાં જ લખજો’ એવો આગ્રહ કે બંધન છે?
   આ બ્લોગ ઉપર ગુજરાતીમાં લખવાની સુવિધા નથી?

   વિષયાન્તર કરીને વાતને બીજા રસ્તે વાળવી
   એ વિચારશીલતાની મર્યાદા હશે?

   મૂળ વાત એ જ કે —
   બ્લોગર પોતે ગુજરાતી હોય,
   એને ગુજરાતી આવડતું પણ હોય,
   જે બ્લોગ પોતે વાંચે છે એ પણ ગુજરાતીમાં જ હોય,
   એ બ્લોગ ઉપર સીધું જ ગુજરાતીમાં લખી શકાતું પણ હોય,
   બ્લોગર પોતે પોતાના બ્લોગ ઉપર ગુજરાતીમાં લખતો પણ હોય,
   લેખક હોંશે હોંશે ગુજરાતીની દુહાઈ પણ આપતો હોય,
   જ્યાં અભિપ્રાય લખવાનો છે એ વેબ પણ ગુજરાતીમાં હોય,
   જ્યાં કશુંય ઇમ્પોર્ટ કર્યા વિના સીધું જ ગુજરાતીમાં લખી શકાતું હોય,

   તો, (રિપિટ, ‘તો’) અંગ્રેજીમાં કોમેન્ટ લખવાનું ‘ઔચિત્ય’ કેટલું?

   ગુજરાતી વેબ ઉપર (અને અહીં પણ) ઘણા વાચકોએ અંગ્રેજીમાં કોમેન્ટો લખી જ છે, કારણ કે —
   તેમને જોઈએ એવું ગુજરાતી ફાવતું નથી.
   તેઓ ગુજરાતી લખવાનો મહાવરો ધરાવતા નથી.
   તેઓ ગુજરાતીમાં કોઈ બ્લોગ ચલાવતા નથી.
   તેમને ગુજરાતી લિપિમાં (લિપિમાં, ‘ભાષામાં’ નહીં,) કેમ લખવું તે ખબર નથી.
   એવા લોકો અંગ્રેજીમાં કોમેન્ટ લખે એ સ્વીકાર્ય ગણાય. ક્ષમ્ય પણ ગણાય.

   કોઈ ગુજરાતી (કે એવી કોઈ પણ બિન-અંગ્રેજી) ભાષાના બ્લોગ ઉપર જ્યારે અભિપ્રાય લખવો હોય અને ઉપર જણાવેલી લિપિકીય મર્યાદાઓ નડતી હોય, ત્યારે,
   aavi rite na lakhi shakaay? aavi rite lakhaayelaa senkado abhipraayo net upar jovaa malshe.

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google photo

  You are commenting using your Google account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: