પ્રાસંગિક : ઝીણાનું ભૂત

Published 27 ઓગસ્ટ, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

સુરેશભાઈ જાની (ગદ્યસૂર)નો ઇ-મેઇલ અને તે અંગે મારા વિચારો

મુનિ મિત્રાનંદસાગર
• • •

 

નોંધ : સુરેશભાઈના પત્રમાં જોડણી વગેરે કશું બદલ્યું નથી. જેમ છે તેમ ‘અક્ષરશઃ’ રજૂ કર્યું છે. -મિ.સા.

જીન્નનું ભૂત કોંગ્રેસીઓને હજુ પણ ધૂણાવે છે.

જીન્નાની જસવંત સિંહે કરેલી પ્રશંસા એ કોઇ નવી વાત નથી. આ પહેલાં શ્રી અડવાણીજી પાકિસ્તાનમાં તેમની કબર ઉપર પૂષ્પ અર્પણ કરી આવ્યા હતા. મૌલાના આઝાદે પણ કોંગ્રેસી હોવા છતાં ભાગલા માટે જીન્ના ઉપરાંત જવાહરલાલ નહેરુ અને વાલ્લભાઈ પટેલને દોષી માનેલા. હવે એ વાત કંઈ ગોપિત નથી કે જીન્ના અને નહેરુ રાજકીય પ્રતિસ્પર્ધી હતા. બંને ને દેશના નંબર વન સત્તાધારી બનવું હતું. નહેરુ માલદાર હતા. કોંગ્રેસમાં પોતાના પિતાશ્રીની ભલામણથી શ્રેષ્ઠ વગ ધરાવતા હતા. આનંદ ભાવનમાં બધાને વિસામો આપી શકતા હતા અને તેમને સર્વધર્મોમાં દેશભરમાં મિત્રો હતા. જીન્ના પ્રખરબુદ્ધીશાળી, વ્યુહરચના વાળા અને જુસ્સાદાર વ્યાખ્યાનકાર હતા. તેમના પણ અસંખ્ય પ્રશંસકો હતા. તેમને લોંદાબાજીમાં રસ નહતો. અને તેમણે લોંદાબાજોને તેમની આસપાસ એકઠા પણ કર્યા નહતા. તેમની પણ જ્વલંત કારકીર્દી હતી અને તેમને પણ ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની જેમ પોતાની કારકીર્દી ઉપર જ વિશ્વાસ હતો. ૧૯૪૨-૧૯૪૭ની પહેલાં જીન્ના ઘણા લોકપ્રિય હતા. તેમની કાર્યશૈલી ભેદભાવરહિતની હતી અને તેઓ આમ તો ધર્મનિરપેક્ષ જ હતા. ગાંધીજીએ કદી તેમને હિન્દુઓના દ્રોહી કે એવા કોઈ વિશેષણોથી નવાજ્યા ન હતા.

રાજકારણમાં નંબર વન રહેવાની ઈચ્છા રાખવી એ કોઈ ગુનો ન હતો. ફેડરલ નેશનલ યુનીયન ની વાત કેમ દબાઈ ગઈ તે એક સંશોધનનો વિષય છે. પણ જ્યાં સુધી નહેરુ વંશની સરકાર હશે ત્યાં સુધી આ વિષય ઉપર સંશોધન થઈ શકશે નહીં જેમ સુભાષબાબુનું મૃત્યુ આજ સુધી રહસ્યમય છે તેમ ફેડરલ નેશનની વાત કેમ દબાઈ ગયેલી તે પણ રહસ્યમય વાત જ રહેશે. સંભવ છે કે આમાં નહેરુ અને તેથી કરીને મહાત્મા ગાંધીનો હિસ્સો હોય. પણ સત્યનું બીજ તમે ગમે તેટલું ઉંડે દાટો તો પણ ક્યારેક તો કૂંપળ ફુટશે જ અને ઝાડ બનશે. પછી ભલે તે જીન્નાની ૧૯૪૨ પૂર્વેની કારકીર્દીને દબાવીને નહેરુ અને તેના વંશજોને લોંદા મારવાની વાત હોય કે સુભાષ બાબુના મૃત્યુની વાત હોય કે ફેડરલ દેશની રચનાની વાત હોય.

બીજેપીના અમૂક નેતાઓને અને કોંગ્રેસીઓને જીન્નાના નામમાત્રથી કેમ સુગ છે? બીજેપીની વાત સમજી શકાય છે. કારણ કે જીન્નાના નામનો નહેરુવંશના શાસનમાં ચાતૂર્યપૂર્વક અને હેતુ પૂર્વક બધાજ ઐતિહાસિક પૂસ્તકોમાં અપપ્રચાર કરવામાં આવ્યો છે. જીન્ના એટલે હિંદુભક્ષી રાક્ષસ.

શું એવું લાગે છે કે કોંગ્રેસી મુસ્લીમોમાં પણ કોઇ જીન્ના જે સંજોગાઓમાં હતા, અને જીન્નાને તેમના સંજોગોના પરિપેક્ષ્યમાં પ્રમાણભૂત રીતે સમજી શકે તેવું રહ્યું નથી? શું બધાજ મુસ્લિમો પાકિસ્તાન ભેગા થઈ ગયા છે? કદાચ પાકિસ્તાનમાં પ્રમાણભૂત પૂસ્તકો હશે.

તમે ઈતિહાસને નકારી નશકો. આ વાત કોંગ્રેસ અને આર એસ એસ બન્નેએ સમજી લેવી જોઇએ. આર.એસ.એસ.ને બીજેપી ઉપર પ્રભૂત્વ જોઇતું હશે. અને તેથી તે “તું જો મારું પ્રભૂત્વ ન સ્વિકારે તો ભલે હું વિધવા થાઉં પણ તને તો મરણને શરણ કરું” એ આધારે તે વી.એચ.પી.નો સાથ લઇ બીજેપી ને નુકશાન કરતું આવ્યું છે. આર.એસ.એસ. અને વી.એચ.પી. જો બીજેપી ને પૂરો સાથ આપે તો ૮૦ ટકા હિંદુઓના દેશમાં કોંગ્રેસનો કે કોઇ પણ દંભી સેક્યુલરોનો ગજ જ ન વાગે. ભલેને પ્રચાર માધ્યમો ગમેતેટલી કોંગ્રેસની બાગભાટાઇ કરે અને બીજેપીની બદબોઇ કરે. ૨૦૦૭ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આર.એસ.એસ., વીએચપી, સમાચાર પ્રસાર મધ્યમો, બાગી બીજેપી નેતાઓ અને જ્ઞાતીપ્રિય નેતાઓ સૌકોઇ કોંગ્રેસ સાથે નરેન્દ્રમોદી ઉપર તૂટી પડેલા.

યાદ કરો ૧૯૭૪-૯૫ જેમાં ફક્ત સમાચાર માધ્યમો જ ચિમનભાઈ પટેલ ઉપર તૂટી પડેલા તો ચિમનભાઇ પટેલ ૧૯૪૦માંથી ફક્ત ૧૨ સીટ જ લાવી શકેલ. જ્યારે સાગર મટે ઉમટેલો વિરોધ છતાં નરેન્દ્ર મોદી ૧૧૭ બેઠકો જીતી લાવેલ. કારણ કે અંતે તો સત્યરુપી કારકીર્દી જ બોલે છે.

જીન્નની તરફમાં બોલવું એ કંઈ અજુગતું કે પાપ નગણાવી શકાય.શું પાકિસ્તાનમાં કોઇ ગાંધીજીની પ્રશંસા કરે તેને આપણે પાપ ગણીશું? કોંગ્રેસ જેટલું પાણી પીવડાવે તેટલું જ પાણી આપણે પીવું નજોઇએ.આપણે ભીન્ન ભીન્ન માપદંડ ન ધરાવી શકીએ.

નરેન્દ્ર મોદીએ તો જસવંત સિંહના પૂસ્તક ઉપર પ્રતિબંધ લગાવી દીધો. આમકરીને તેમણે આંદોલનપ્રિય કોંગ્રેસીઓના ખટારાના પૈડાઓની હવા કાઢી નાખી છે. હવે જ્યારે કોંગ્રેસીઓ અડવાણીને ગુજરાતમાં પ્રવેશવા નહી દઇએ એમ કહે છે ત્યારે વરવું અને અજુગતું લાગે છે. કોઇ પાકિસ્તાની નેતા ગાંધીજીની સમાધીઉપર પૂષ્પ અર્પણ કરે અને પાકિસ્તાનીઓ કદાચ તેને દ્રોહી સમજે તો પાકિસ્તાનની તે વાતને આપણે યોગ્ય સમજીશું?

અને અડવાણીના બનાવવાળી વાત કંઇ નવી વાત રહી નથી. એ પછી તો, ગંગા, જમના, બ્રહ્મપૂત્રા જ નહી પણ સાબરમતી અને નર્મદામાં પણ ઘણા પાણી વહી ગયાં. નર્મદાનું પાણી સરસ્વતી માં પણ આવી ગયું. અડવાણી અનેક વાર ગુજરાતમાં આવી ગયા મહેમાનગતિમાણી ગયા અને અડવાણી ગાંધીનગરમાંથી ચૂટણી જીતી પણ ગયા. અને કોંગ્રેસને શું હવે જ સ્ફુર્યું કે અડવાણીને ગુજરાતમાં ન આવવા દઇએ કારણ કે શુભ મૂહુર્ત હવે જ આવ્યું છે?

પણ કોંગ્રેસ આંદોલન પ્રિય છે અને અફવાઓ ફેલાવીને પણ પ્રસાર માધ્યમો થકી લાઇમ લાઇટમાં રહેવામાં તેને કશું અજુગતું લાગતું નથી. પણ તેણે લીધેલો આ જીન્નાનો મુદ્દો તેને બુમરેંગ થઇને વાગે તેવો છે તેનાથી તે બેવકૂફ હોવાને કારણે અજાણ છે.

સંસ્કૃત નો એક શ્લોક યાદ આવે છે. “મર્કટસ્ય સુરાપાનં, તસ્મિન વૃશ્ચિક દંશનં, તન્મધ્યે ભૂતસંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ.”

એક તો મૂળે વાંદરો, તેમાં વળી તે દારુ પીવે, અને વળી તેને વીંછી કરડે, વળી પાછું તેને ભૂત દેખાય તો તેની શી દશા થાય?

આ વાત ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસી બંધુઓને ખાસ લાગુ પડે છે. અને વળી નૂતન કોંગ્રેસીઓ તેમાં ભળ્યા પછી રસ્તા ઉપર આવીને નાચ કરવાનું શાને મૂકી શકે?

***

સુરેશભાઈના વિચારો અંગે મારો પ્રતિભાવ

માનનીય શ્રી સુરેશભાઈ,

આપના વિચારો ઇ-મેઇલથી મોકલવા બદલ ઋણી છું.

‘મોહમ્મદ અલી ઝીણાને સામા અંતિમે જવા માટે મજબૂર કરનાર કોણ’ એ પ્રશ્નનો પ્રામાણિક જવાબ મળી જાય તો ભારતના આઝાદી આંદોલનથી લઈને અત્યાર સુધીના રાજકીય પ્રવાહોને કોઈ પણ પૂર્વાગ્રહ વગર સમજવાનું આસાન બની જાય એમ છે.

સાચો જવાબ ન આજના હિન્દુઓને ગમશે, ન મુસ્લિમોને ગમશે, કે ન તો કોંગ્રેસ કે ભાજપા સહિતના કોઈ રાજકીય પક્ષને પણ ગમશે.

દિનકર જોશીએ આ પ્રશ્નનો જવાબ શોધવાની મથામણ કરી છે. એક વાર એમનું પુસ્તક ‘પ્રતિનાયક’ વાંચવાની ભલામણ કરવાનું મન થાય છે.

…અને ભાજપા પાસે તો આમ પણ આઇડિયોલોજી જેવું કશું ક્યાં છે. સાત બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી તેમના ઇતિહાસ સાથે જોઈ લો એટલે સમજાઈ જશે કે ભાજપા શું છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં જે પ્રજાએ ગુનાખોરીના સમ્રાટને ઘેર બેસાડી દીધા હતા એ જ કલંકિત ગુનાખોરને ફરીથી વિધાનસભામાં મોકલવાનું ન.મો.નું ઝનૂન શું પૂરવાર કરવા માગે છે એ સમજવા માટે પોલિટિકલ સાયન્સના અભ્યાસની જરૂર પડે એમ નથી અને સત્તાની લાલસામાં ભારતભરમાં ‘કેવા કેવા’ સાથીદારો સાથે આ પાર્ટીએ ઘર માંડ્યાં હતાં એનો ઇતિહાસ કંઈ બહુ જૂનો નથી.

નહેરૂના પરિવારવાદનો વિરોધ કરનારા આ પક્ષનો સવાયો પરિવારવાદ જોવો હોય તો એકવાર સમય કાઢીને ભારત અને ગુજરાતની મુલાકાત લેજો.

૧૧૭ બેઠકો લઈ આવ્યાની વાતો કરાય છે પરંતુ જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂ જેવો બેદાગ ચહેરો તેમની સાથે હોવા છતાં ધોબીપછાડ ખાવી પડી અને ભાજપના ઉદ્‌ગમકાળથી સાથે રહેલા રાજકોટે જાકારો આપ્યો એ બાબત ઘણું બધું કહી જાય છે. મશરૂભાઈએ બીજેપી સાથે ઘર ન માંડ્યું હોત તો એમની ઇમેજને આવો મોટો ફટકો કદી ન વાગ્યો હોત. આ ઇન્દુલાલ યાજ્ઞિક, તાજ વિનાના સૂબા જયંતી દલાલ અને આરઝી હકૂમતના વીરનાયકોવાળું ગુજરાત છે, એ કોની સાથે ક્યારે શું કરશે એની ખબર તો ખુદ ભગવાનનેય નથી હોતી. જે ચીમનભાઈની બાર સીટો માટે લખ્યું છે એ જ ચીમનભાઈને ધક્કા મારીને કાઢી મૂકનાર અહીંની પ્રજાએ ફરી હૃદયસિંહાસન અને રાજસિંહાસન ઉપર બેસાડ્યા હતા એ ઘટના કંઈ બહુ જૂની થઈ ગઈ નથી. ચીમનભાઈ ગુજરી ગયા ત્યારે મુખ્યમંત્રીની પોસ્ટ ઉપર હતા…

દૂર બેઠેલાને ડૂંગરા રળિયામણા લાગે, ગુજરાતમાં રહેનાર જાણે છે કે જોડો ક્યાં ડંખે છે. અહીંના લોકો તો હવે ભાજપાને ભગવી કોંગ્રેસ કહેતા થઈ ગયા છે. (હવે કદાચ આ ‘બીજેપી’નું ભારતીય જિન્નાહ પાર્ટી નામકરણ થાય તો પણ નવાઈ નહીં.)

જશવંતસિંહના પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવાના મામલે નરેન્દ્ર મોદીએ ‘આંદોલનપ્રિય કોંગ્રેસીઓના ખટારાના પૈડાઓની હવા કાઢી નાખી’ એમ લખીને રાજી થવાનો કોઈ અર્થ નથી, કેમકે આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટ એ પુસ્તક ઉપરના સ્ટાલિન સ્ટાઇલના ગેરકાનૂની પ્રતિબંધને હટાવીને નરેન્દ્ર મોદીને સણસણતો તમાચો મારશે ત્યારે કમ્મરેથી બેવડ વળી ગયેલા અને તમ્મર ખાઈ ગયેલા નરેન્દ્રભાઈનાં કાર્ટૂનો એ લોકો જ બનાવશે જે લોકોએ એમનામાં હવા ભરી દીધી છે.

બલરાજ મધોકથી લઈને જશવંતસિંહ સુધીનો ઇતિહાસ તપાસવાથી ખ્યાલ આવે છે કે આ ‘પાર્ટી વિથ ડિફરંસ’ એટલે શું!!!

અને છેલ્લે, કરંટ ટોપિક ઉપર દીપક સોલિયાનો લેખ વાંચવાની ખાસ ભલામણ કરૂં છું (‘ઇતિહાસ અપના અપના’, દિવ્ય ભાસ્કર, અમદાવાદ આવૃત્તિ, તા. ૨૪ ઓગસ્ટ ૨૦૦૯). ઝીણા-જશવંત મામલે, આ કે તે પ્રવાહમાં તણાયા વગર, આટલું બધું સંતુલિત લખાણ, ભાગ્યે જ કોઈ કલમજીવીએ કર્યું હશે.

આપના લખાણમાં કેટલીક બાબતે અસંમત થવા બદલ ક્ષમાપ્રાર્થી છું.

— શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર

Advertisements

7 comments on “પ્રાસંગિક : ઝીણાનું ભૂત

 • મોહમ્મદ અલી ઝીણા મર્યા પછી પણ કેવો કેર વર્તાવી શકે છે એ જોવા મળે છે. ભાજપામાં ધડાધડ વિકેટો પડવા માંડી છે. બીજેપીનો અર્થ ભારતીય જિન્નાહ પાર્ટી કર્યું તે ગમ્યું.

 • અરે! બાપલીયા , આ મારા વિચારો નથી. આ તો મને કોઈએ ઈમેલથી મોકલેલ, તે મેં મિત્રોને ફોર્વર્ડ જ કરેલું !!
  ખરેખર વાસ્તવિકતા શી હતી એ તો ભગવાન, ખુદા, યહોવા જાણે !!!
  પણ એ સત્ય છે કે, સત્યને અનેક પાસાં હોઈ શકે છે.

  • મહત્ત્વની સ્પષ્ટતા :

   મને મળેલા તમારા ઇ-મેઇલમાં —

   ૧. ‘ફોરવર્ડ’ની લિંક નહોતી પણ સીધો જ તમારો ઇ-મેઇલ હતો.

   ૨. સાથોસાથ લખાણની ઉપર આ પ્રમાણે તમારી પોતાની કોમેન્ટ પણ હતી : “I generally avoid putting political matters on my blog. But this one sets us start thinking about the filtered history, framed and . taught to us by Congress rulers.”

   — શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર

 • જસવંતસિંહના પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકીને નરેન્દ્ર મોદીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. ગુજરાત હાઇકોર્ટે મોદીને પ્રતિબંધ ઉઠાવી લેવા આદેશ આપી દીધો અને ફરીથી નવું જાહેરનામું બહાર પાડવાની શેખી કરનાર મોદીએ સમય વરતીને નવું જાહેરનામું બહાર પાડવાનું અભેરાઈએ ચડાવી દીધું છે.

  મુનિશ્રીએ કહ્યું હતું તે સાચું પડ્યું છે.

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  w

  Connecting to %s

  %d bloggers like this: